રહે ઊછળતા અનેક મોજા તો સાગરમાં
કે ગણવા કયા રે સાચા, કે ગણવા કયા રે ખોટા
નાના ને મોટા, રહે સદા એમાં તો ઊછળતા - કે ગણવા...
ઊછળી ઊછળી રહે પાછા, એમાં ને એમાં સમાતા - કે ગણવા...
છે મોજા તો મસ્તી સાગરની, સાગર તો એનાથી કહેવાતા - કે ગણવા...
સમાયા જ્યાં એ તો એમાં, બને મુશ્કેલ એને રે ગોતવા - કે ગણવા...
દેખાય ને ઊછળે એ તો, છે એ તો જુદા ને જુદા - કે ગણવા...
સમાયા જ્યાં, એ સાગર બન્યા, નવાએ સ્થાન નવા લીધા - કે ગણવા...
છે ગુણો બધા સાગરના, લાગે તોય સાગરથી જુદા - કે ગણવા...
મસ્તી વિનાનો સાગર નથી, શોભે સાગર મોજાની મસ્તીમાં - કે ગણવા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)