જાગ્યા સુવિચારો કે કુવિચારો તો મુજમાં રે
કહીશ ના તને એ રે માડી, તો કહીશ હું બીજા કોને રે
ભૂલી સંબંધો તો તારા, કરી કોશિશો સંબંધો જગમાં બાંધવા રે - કહીશ...
નિષ્ફળતા રહી એમાં રે મળતી, વાત સમજમાં આ તો મોડી આવી રે - કહીશ...
સાધવા મૂલ્યો તો જીવનમાં રે, પડશે પગ તો એ તરફ માંડવા રે - કહીશ...
અધ્ધવચ્ચે અટકીને ના પહોંચાશે રે, રાખવું પડશે આ તો લક્ષ્યમાં રે - કહીશ...
ધનદોલત કાજે જગમાં માર્યા વલખાં રે, મળ્યા અશાંતિના ભારા રે - કહીશ...
મારા ને મારા જ વિચારો તો રહ્યા છે મને અચરજમાં તો નાંખતાં રે - કહીશ...
છે પાસે તોય તને ના ગોતી રે, મૂંઝવણે તો યાદ તને કરી રે - કહીશ...
એક થયા જેટલું નથી કાંઈ પાસે, એક બન્યા વિના ના રહેતો રે - કહીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)