ખોવાઈ છે શાંતિ જ્યાં તારા હૈયામાં, ગોતે છે બહાર, તું એને રે ક્યાં
ગોતીશ અને કરીશ દૂર જ્યાં કારણ એના, મળશે તને એ તારા હૈયામાં
ગયું છે જે ખોવાઈ તો ધરતી પર, ગોતતાં સાગરમાં એને મળશે ના
ખોવાઈ છે શાંતિ જ્યાં હૈયામાં, હૈયા વિના બીજે એ તો મળશે ના
જુદા જુદા કાર્યો કાજે, દીધા છે પ્રભુએ અંગો તો જુદા જુદા
મળી રહી છે સર્વે અંગોને તો શક્તિ, રે પ્રાણની તો જ્યાં
છે એ શક્તિ ભરી છે જ્યાં તુજમાં, ગોતે છે બહાર એને તો તું ક્યાં
રહી છે એ વ્યાપ્ત તો જ્યાં, તારા ને તારા તો અંગેઅંગમાં
મળતી રહી છે એની રે નિશાની, અંગેઅંગના તો કાર્યમાં
છે અંશ એ પ્રભુની શક્તિનો, અનુભવજે તું આ તારા હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)