ખોટું કરતા કરતા તો ખોટું થઈ ગયું, ચિંતા એની હૈયું કોરી ગઈ
કીધી કોશિશો છુપાવવા એને, પરંપરા ભૂલોની તો શરૂ થઈ ગઈ
છુપાવી હૈયામાં એને ઊંડે ઊંડે, આવી ઉપર, યાદ એની એ આપી ગઈ
કીધી કોશિશો છુપાવવા ઘણી, કોશિશો નિષ્ફળ એ તો બનાવી ગઈ
મૂંઝવી ગઈ એ તો એવી, રસ્તા બંધ, બધા એ તો કરી ગઈ
પળ જે ગઈ કરવામાં ખોટું, સૂલઝાવવામાં પળો અનેક ખર્ચાઈ ગઈ
દેખાયે ના ને સમજાયે ના મારગ સાચાખોટા, હાલત એવી તો થઈ ગઈ
દહેશત ઊભી થઈ હરઘડી, ગભરાટ ઊભો હૈયે એ તો કરતી ગઈ
સુખના સપના એ લૂંટી ગઈ, સપના એના એ તો દેતી ગઈ
ઉકલી ના ગૂંચ એની જ્યાં સુધી, ભારે ને ભારે એ તો બનતી ગઈ
પ્રભુચરણ વિના ના સૂલઝી શકી, મૂંઝવણ ત્યાં એ દૂર થઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)