નાશવંત આ જગમાં, કાયમ કાંઈ રહેવાનું નથી, કાયમ કાંઈ ટકતું નથી
જે આજે છે, એ કાલ તો ના રહેવાનું, જગમાં કાયમ તો કાંઈ રહેવાનું નથી
દિવસ વીત્યો એ દિવસ ગયો, દિવસ એ તો હાથમાં રહેવાનો નથી - કાયમ...
દેખાય છે મિત્ર તો જે આજે, કાયમ રહેશે કે કાયમ એ રહેવાનો નથી - કાયમ...
માનવ જીવનમાં તો જે આજે દેખાય, કાલ એ તો કાંઈ રહેવાનું નથી - કાયમ...
જીવનનો ક્રમ તો આ રહ્યો છે, બાળપણ વીતી જુવાની આવે, જુવાની ટકવાની નથી - કાયમ...
જન્મતાં જેનું જ્ઞાન નહોતું, આજ મળ્યું, અજ્ઞાન કાયમ કાંઈ રહેવાનું નથી - કાયમ...
યુગો ને યુગો પણ રહ્યા બદલાતા, યુગો પણ કાયમ તો રહેવાના નથી - કાયમ...
મળ્યું છે માનવતન તો તને, એ ભી તો તારું, કાયમ રહેવાનું નથી - કાયમ...
પહેલા ભી પ્રભુ હતા, આજે ભી છે, કાયમ એના વિના કાંઈ રહેવાનું નથી - કાયમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)