થઈ નથી જનમો-જનમથી મુલાકાત તમારી રે પ્રભુ રે
ઓળખાણ તોય તમે થોડી રાખજો રે
છીએ અમે તમારાથી તો અજાણ રે, રહેશો ના તમે તો અજાણ રે
સાંભળતા રહ્યા તમારા ભજનોને, સાંભળતા રહ્યા તમારા વખાણ રે
નથી લાયક તો અમે, રહેશે મળી તમને એના તો પ્રમાણ રે
ગણો છો અમને તો તમારા, હૈયેથી ના અમને તો વિસારજો રે
રહ્યા છીએ અમે ભટકતા ને ભટકતા, યાદ થોડી તમારી તો આપજો રે
છે તમારે તો અનેક કામ, છે જવાને તમારે તો અનેક સ્થાન રે
છે તમારે તો અનેક બાળ, સહુને સંભાળવાની તો છે જંજાળ રે
જગાવી છે તમે જ્યાં તમારી યાદ, આપજો હવે તો ઓળખાણ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)