લાગે છે સૂનું-સૂનું રે, જીવનમાં રે માડી, તારા રે વિના
લાગે છે જેમ, કંસાર, સાકર વિના રે માડી, તારા રે વિના
જાણી છે ને માની છે રે માડી, મારી તને તારણહાર રે
છે જગમાં રે માડી તું એક જ, મને તો સમજનાર રે
છે જગમાં રે માડી તું એક જ, મને બધું તો દેનાર રે
નથી કોઈ જગમાં રે બીજું, તારા વિના તો સાચું કહેનાર રે
તું એક જ તો છે જગમાં, સુખે-દુઃખે સાથે તો રહેનાર રે
નથી જગમાં તારા વિના રે, મારું તો ભલું કરનાર રે
તારા વિના નથી જગમાં રે બીજું, મારી ભૂલોને ભૂલનાર રે
નથી તારા વિના કોઈ બીજું, સાથે ને સાથે તો રહેનાર રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)