Hymn No. 5909 | Date: 18-Aug-1995
|
|
Text Size |
 |
 |
કોઈ જઈને કહેજો રે મારા વ્હાલાને, મોડી રાતે, મીઠી મધુરી બંસરી ના વગાડે
Koi Jaine Kahejo Re Maara Vhalane, Modi Raate, Mithi Madhuri Bansari Na Vagaade
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
કોઈ જઈને કહેજો રે મારા વ્હાલાને, મોડી રાતે, મીઠી મધુરી બંસરી ના વગાડે રહેતું નથી હૈયું હાથમાં મારા રે જ્યાં, સાંભળીને બંસરી મીઠી મધુરી, હાથમાં ના રહેશે દિવસભરની લીલા રે તારી, આપે છે રાતભર આનંદ એ તો મને વગાડી મીઠી બંસરી જોજે એ મારા, મીઠાં મધુરા સ્વપ્નમાં ખલેલ ના પહોંચાડે અરે ગોકુલના રે દુલારા રાધાપિયાના રે વ્હાલા, મોડી રાતે મીઠી મધુરી બંસરી ના વગાડે દિનભર રહ્યાં જે સાથે આપણે, આનંદ એનો સ્વપ્નામાં મને લેવા દે વગાડી મીઠી મધુરી બંસરી, આનંદથી વંચિત મને ના એ રાખે જગની રે શૃંખલા બાંધી રહી છે રે મને, નથી કોઈ શૃંખલાથી બંધાયેલા તમે વહાલી રે રાધા રે મારી,બંસરીની ધૂનના શબ્દે શબ્દે પહોંચું છું હું તમારા હૈયે તમારા મનના તરંગો ઝીલી ઝીલી, ભાવોને ઝીલી ઝીલી, વહાવું છું બંસરીના સૂરે એની કાના રે મારા રે વ્હાલા, સાંભળજો ને ઝીલજો, હૈયાંના ભાવો મારા રે તડપી ઊઠયું છે હૈયું રે મારું રે વ્હાલા, રહે ના હવે એ હાથમાં મારા રે સાંભળો રે હવે તમે રાધારાણી, તમે માંગો, કે ચાહો, કે ના ચાહો, છે બંસરી એકજ ઇલાજ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|