Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2980 | Date: 07-Jan-1991
રાખજે મન તારું તો તારા હાથમાં, રહેશે જગ તારું તો તારા સાથમાં
Rākhajē mana tāruṁ tō tārā hāthamāṁ, rahēśē jaga tāruṁ tō tārā sāthamāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2980 | Date: 07-Jan-1991

રાખજે મન તારું તો તારા હાથમાં, રહેશે જગ તારું તો તારા સાથમાં

  No Audio

rākhajē mana tāruṁ tō tārā hāthamāṁ, rahēśē jaga tāruṁ tō tārā sāthamāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-01-07 1991-01-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13968 રાખજે મન તારું તો તારા હાથમાં, રહેશે જગ તારું તો તારા સાથમાં રાખજે મન તારું તો તારા હાથમાં, રહેશે જગ તારું તો તારા સાથમાં

રાખીશ હૈયું જ્યાં તારું તારા હાથમાં, રહેશે ભાવો તો તારા સાથમાં

રાખીશ મન તારું તો તારા યત્નોમાં, આવશે સફળતા તો તારા હાથમાં

રાખજે મન ને બુદ્ધિ તો સાથમાં, આવશે ઉકેલ ત્યાં તો તારા હાથમાં

રાખજે ભક્તિ ને શ્રદ્ધા તું સાથમાં, આવશે પ્રભુ તો તારા પાસમાં

રાખજે ધીરજ ને વિશ્વાસ તું સાથમાં, મળશે જીવનમાં બધું તને વાત-વાતમાં

રાખીશ ચિત્ત ફરતું તું બધામાં, આવશે સ્થિરતા તો ક્યાંથી ધ્યાનમાં

રાખજે હિંમતને તો તું સાથમાં, સફળતા આવશે તો તારા હાથમાં

રાખજે મનને તો તું કાબૂમાં, આવશે જગ તો તારા હાથમાં

રાખજે પ્રેમ તો તું તારા હૈયામાં, આવશે વેર તો તારા કાબૂમાં
View Original Increase Font Decrease Font

રાખજે મન તારું તો તારા હાથમાં, રહેશે જગ તારું તો તારા સાથમાં

રાખીશ હૈયું જ્યાં તારું તારા હાથમાં, રહેશે ભાવો તો તારા સાથમાં

રાખીશ મન તારું તો તારા યત્નોમાં, આવશે સફળતા તો તારા હાથમાં

રાખજે મન ને બુદ્ધિ તો સાથમાં, આવશે ઉકેલ ત્યાં તો તારા હાથમાં

રાખજે ભક્તિ ને શ્રદ્ધા તું સાથમાં, આવશે પ્રભુ તો તારા પાસમાં

રાખજે ધીરજ ને વિશ્વાસ તું સાથમાં, મળશે જીવનમાં બધું તને વાત-વાતમાં

રાખીશ ચિત્ત ફરતું તું બધામાં, આવશે સ્થિરતા તો ક્યાંથી ધ્યાનમાં

રાખજે હિંમતને તો તું સાથમાં, સફળતા આવશે તો તારા હાથમાં

રાખજે મનને તો તું કાબૂમાં, આવશે જગ તો તારા હાથમાં

રાખજે પ્રેમ તો તું તારા હૈયામાં, આવશે વેર તો તારા કાબૂમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhajē mana tāruṁ tō tārā hāthamāṁ, rahēśē jaga tāruṁ tō tārā sāthamāṁ

rākhīśa haiyuṁ jyāṁ tāruṁ tārā hāthamāṁ, rahēśē bhāvō tō tārā sāthamāṁ

rākhīśa mana tāruṁ tō tārā yatnōmāṁ, āvaśē saphalatā tō tārā hāthamāṁ

rākhajē mana nē buddhi tō sāthamāṁ, āvaśē ukēla tyāṁ tō tārā hāthamāṁ

rākhajē bhakti nē śraddhā tuṁ sāthamāṁ, āvaśē prabhu tō tārā pāsamāṁ

rākhajē dhīraja nē viśvāsa tuṁ sāthamāṁ, malaśē jīvanamāṁ badhuṁ tanē vāta-vātamāṁ

rākhīśa citta pharatuṁ tuṁ badhāmāṁ, āvaśē sthiratā tō kyāṁthī dhyānamāṁ

rākhajē hiṁmatanē tō tuṁ sāthamāṁ, saphalatā āvaśē tō tārā hāthamāṁ

rākhajē mananē tō tuṁ kābūmāṁ, āvaśē jaga tō tārā hāthamāṁ

rākhajē prēma tō tuṁ tārā haiyāmāṁ, āvaśē vēra tō tārā kābūmāṁ
Scan Image

Gujarati Bhajan no. 2980 by Satguru Devendra Ghia - Kaka
First...298029812982...Last