રે જગકર્તા રે, કૃતિએ કૃતિએ જગમાં તો, તારી કૃતિઓ દેખાય છે
છે જગમાં બધી કૃતિઓ તો તારી, જગ પણ તારી કૃતિ વિના બીજું નથી રે
કૃતિએ કૃતિએ તો છે આકૃતિ તારી, આકૃતિ તારી ના જલદી તોય દેખાય રે
કરવી છે કોશિશ, હૈયે ઉતારવા આકૃતિ તારી, સ્વીકૃતિ તારી જો મળી જાય રે
કરતા સ્થાપના આકૃતિની તારી, જોજે વિકૃતિ ના એમાં પ્રવેશી જાય રે
રાખજે લક્ષ્યમાં કર્તા તું પ્રકૃતિ મારી, બાધા જોજે ના એ ઊભી કરી જાય રે
સદ્દવૃત્તિની છે કોશિશ મારી, જોજે બદલી એમાં ના આવી જાય રે
છું હું પણ એક કૃતિ તો તારી, જોજે મુજમાં તારી આકૃતિ દેખાય રે
કૃતિ કૃતિના ભેદ હટાવી, જોજે કૃતિએ કૃતિએ આકૃતિ તારી દેખાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)