Hymn No. 2988 | Date: 13-Jan-1991
|
|
Text Size |
 |
 |
બનાવીને લાગણીના પુતળાં તો અમને, પ્રભુ, ના લાગણીહીન તમે બનતા તણાતા રહ્યા અમે તો, સાચી ખોટી લાગણીમાં, ના તમે એવી રીતે તણાતા તણાઈએ અમે એવા, ના બહાર નીકળી શકીએ, હાલત તમારી ના એવી કરતા મેળવી શકશો કાબૂ તો તમે, તો ના મેળવી શકીએ અમે, સાથ અમને રહેજો દેતા ગમે પૂર અમને, લાવે નજદીક જે તમને, બીજા પૂરોમાં, ના અમને મૂંઝવી દેતા જાગે લાગણી તમારી કાજે રે પ્રભુ, ના રુકાવટ એમાં ઊભી કરી દેતા જોઈએ પૂર અમને પ્રેમ ને ભક્તિના, રહેજો અમારા હૈયે એ તો ભરતા ને ભરતા છે જગત તો પૂર તારા ભાવનું, ભાવનાહીન તમે તો કદી ના બની શક્તા તણાવા દેજે અમને તારા ભાવમાં, ના અમને આમાં તને ભુલાવી દેતા વેળા દર્શનની તારી જાગે જ્યારે, ભાવભક્તિને જોજે ના ચુકાવી દેતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|