Hymn No. 2989 | Date: 14-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-14
1991-01-14
1991-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13977
થોડી ભી સમજદારી, ટકી ગઈ હોય જલદી જો હૈયે
થોડી ભી સમજદારી, ટકી ગઈ હોય જલદી જો હૈયે પસ્તાવાની પાળી તો ના રહેતે (2) જાગી ન જાગી જ્યાં એ તો હૈયે, લોભ લાલચ તાણી ગઈ ના હોત જો એને ઉમટયા પૂર અભિમાનના હૈયે, ગઈ તાણી એ તો બધી સમજદારીને ગઈ તાણી સમજદારી જ્યાં એમાં, છોડી ગઈ હાથમાં એ તો પસ્તાવાને નાથી ના શક્યાં જ્યાં એ પૂરોને, તોડતી ગઈ એ તો બધી સમજદારીને ખોતા ગયા ને વીતતી ગઈ પળ એમાં તો જે, ગઈ વીતી એ તો પસ્તાવો ધરીને ગઈ પળ તો જે આઘાત દઈને, ગઈ ઊભી એ તો કરતી સમજદારીને કદી વેર ને ઇર્ષ્યાના પૂર આવ્યા, ધોતી ગઈ એ તો બધી સમજદારીને જાગ્યા પ્રેમ ને ત્યાગના પૂર જ્યાં હૈયે, ટકાવતી ગઈ એ તો સમજદારીને જાગી ગઈ સમજદારી જ્યાં હૈયે, નંદનવન ગઈ બનાવી એ તો જીવનને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thodi bhi samajadari, taki gai hoy jaladi jo haiye
pastavani pali to na rahete (2)
jaagi na jaagi jya e to haiye, lobh lalach tani gai na hota jo ene
umataya pura abhimanana haiye, gai tani e to
badhi jaagi samajadari ne gari , chhodi gai haath maa e to pastavane
nathi na shakyam jya e purone, todati gai e to badhi samajadari ne
khota gaya ne vitati gai pal ema to je, gai viti e to pastavo dharine
gai pal to je aghata daine, gai ubhi e to karti
samajadari ne ver ne irshyana pura avya, dhoti gai e to badhi samajadari ne
jagya prem ne tyagana pura jya haiye, takavati gai e to samajadari ne
jaagi gai samajadari jya haiye, nandanavana gai banavi e to jivanane
|
|