ગમ્યું છે તને જે આજે, છોડશે એને તો તું કાલે
શાને ગમા-અણગમામાં સંડોવે છે બીજાને તો તું
ચાહતો નથી, કરે કોઈ ભંગ તો તારી સીમાનો
શાને અન્યની સીમાનો ભંગ કરતો રહ્યો છે તો તું
બાંધી છે મન, વિચારો ને બુદ્ધિની સીમા તારા હાથે
અન્યની સીમાને શાને સ્વીકારતો નથી રે તું
છે તનની ભી તો એક સીમા, ના વિસ્તારી શકીશ તું એને
મન, વિચાર, બુદ્ધિથી કરી આક્રમણ, તોડી રહ્યો છે સીમા એની તું
રાખી અન્યના ગમા-અણગમા ધ્યાનમાં, તારા ના તું લાદજે
કરી આક્રમણ ઉપર તો એના, અળખામણો બન્યો છે તું
વીસરીને વાત હૈયેથી આ, જાશે જ્યાં તું આ આચરી
ઘમસાણ જીવનમાં, રહ્યો છે ઊભો કરતો સદા એ તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)