છૂટ્યું તીર જે શબ્દનું તો એક વાર, ના હાથમાં તારા તો એ રહેશે
કાળના ગર્ભમાં જઈ એ તો, ક્યાંય ને ક્યાંય તો એ ખોવાઈ જાશે
લાખ કોશિશો તો તારી, ના પાછું એને તો વાળી શકશે
વાતો ને શબ્દોનાં તીરો, ના નાશ પામી, એમાં તો સચવાઈ રહેશે
કરીશ કોશિશ તો ગોતવા એને, ના જલદીથી તો એ મળશે
યુગો-યુગોથી શબ્દો તો એમાં, સચવાઈ સદા તો રહેશે
છે અદ્દભુત સંગ્રહાલય એ તો, જોટો ના એનો બીજે તો મળશે
સંતો ને યોગીઓના ધ્યાનમાં આવી, પાછું એ તો કહી જાશે
કાળના ગર્ભમાં છે જાવ-આવ તો જેની, ના કાળ એને તો રોકી શકશે
જ્યાં કાળ જીતાણો, ત્યાં બધું જીતાયું, ભાગ્ય એને તો શું કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)