થઈ છે શરૂ મુસાફરી તારી તો, પ્રભુ પાસે તો પહોંચવાની
કર એક વાર તો તારી નજર, છે તારી પાસે મૂડી કઈ લઈ જવાની
હશે ભાવની મૂડી તો હૈયામાં ભરી-ભરી, એ તો બહુ કામ લાગવાની
છે મૂડી એ તો અનોખી, પ્રભુને પાસે એ તો લાવવાની
પડશે જરૂર મૂડી તો હિંમતની, ડગલે-પગલે જરૂર એની તો પડવાની
રાખજે તૈયારી પૂરી તો એની, જોજે અધવચ્ચે ખૂટી ના એ પડવાની
પડશે જરૂર તો અનોખી ધીરજની, કરશે કામ, ડગમગતાં પગલાંને સ્થિર કરવાની
મૂડી એની રાખજે એવી ભરી-ભરી, સદા જરૂર એની તો રહેવાની
શ્રદ્ધાની મૂડીને તો ના વીસરતો, લેજે સમજી અગ્રતાને તો એની
એના વિના બધું સરકી જાશે, શિરમોર સદા એ તો રહેવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)