નિરાશાના સૂરમાં ના એક સૂર તો તું કાઢતો
ભૂલીને દોષ તો તું તારા, ના અન્યના દોષ તો તું કાઢતો
સંજોગોથી તો તું ઘેરાયો, નિર્ણય ત્યાં ખોટો તો લેવાયો
ફાલ હાથમાં તો, નિરાશાઓનો ત્યાં તો આવ્યો
હતો નિર્ણય તો જ્યાં, એ તો તારો ને તારો
મળતાં નિરાશા તો એમાં, શાને હવે તો તું ગભરાયો
ગઈ છે તૂટી જ્યાં હિંમત તો તારી, ના વધુ હવે અટવાતો
સંજોગોમાંથી શીખી, ના યત્નોમાં ઢીલ હવે તું રાખતો
છે યત્નોની સીડી જ્યાં હાથમાં, રહેજે એના પર તો તું ચડતો
રાખજે નજર યત્નો પર તારી, ના મંઝિલ બીજી નજરમાં રાખતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)