આભાર માનવા કેટલા તારા રે માડી, છે ડગલે-ડગલે તારા તો ઉપકાર
ગણવા કેટલા તારા તો ઉપકાર, છે જ્યાં રૂંવે-રૂંવે તો તારા રે ઉપકાર
દૃષ્ટિએ-દૃષ્ટિએ પ્રકાશ, તારા તો પ્રકાશ, આવે ત્યાંથી તારા તો અણસાર
રાખતી રહી અમારી સદાય તું સંભાળ, છે મોટો તારો એ તો ઉપકાર
જાણિયે ના અમે ભલું અમારું, અમારું છે તું તો સદા ભલું કરનાર
કરી ના શકીએ રક્ષણ અમે અમારું, છે તું તો અમારી રક્ષણહાર
છે કૃપાદૃષ્ટિ અણમોલ તારી તો જગમાં, છે તું તો અમને કૃપાથી જોનાર
છે સત્ય તો તું એક જ જગમાં, છે તું તો સત્યને સદા જાણનાર
છે પ્રકાશ તારો તો સદાય જગમાં, છે એક જ તું તો પ્રકાશ દેનાર
નથી કાંઈ અજાણ્યું તુજથી રે જગમાં, છે તું તો સર્વ કાંઈ જાણનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)