ધૂંધવાયેલો અગ્નિ, ક્યારે ને ક્યારે તો સળગી ઊઠશે
મળતા અનુકૂળ વાયરા, એ તો પાછો ભડકી ઊઠશે
રાખશો ના જો એને કાબૂમાં, પાછો એ તો ભડકી ઊઠશે
વેરનો અગ્નિ જો ધૂંધવાયેલો રહેશે, પાછો એ તો ભડકી ઊઠશે
મળતાં અનુકૂળ સંજોગો, અગ્નિ એ તો વેરતો રહેશે
ચાલશે ના જ્યાં ઝાઝું એનું, ધૂંધવાયેલો ને ધૂંધવાયેલો રહેશે
ઈર્ષ્યાનો અગ્નિ જાગ્યો જ્યાં હૈયે, બળતો ને એ તો બાળતો રહેશે
ચાલશે ના જ્યાં તો એનું, ધૂંધવાયેલો ને ધૂંધવાયેલો એ તો રહેશે
જ્યાં ક્રોધનો અગ્નિ જલશે હૈયે, સુખચેન તો એ તો હરશે
રહેશે જ્યાં એ તો ધૂંધવાયેલો, પ્રગતિ ના એ તો કરવા દેશે
પ્રેમનો અગ્નિ છે તો શીતળ, વ્યાપ્ત જ્યાં એ તો બનતો રહેશે
ના કાંઈ સૂઝશે એમાં તો બીજું, ચિત્ત ને મનડું એમાં રમતું રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)