દીધેલું પ્રભુ તારું તો, સચવાય જો જીવનમાં, તોય ઘણું છે
સાચી રીતે વપરાય જો એ તો જીવનમાં, તોય ઘણું છે
દે ભલે કે ના દે બીજું જીવનમાં, સ્વીકાર મારો, ભી તો ઘણું છે
રહે નજર ફરતી જીવનમાં તો ભલે, નજરમાંથી ના તું હટે, તોય ઘણું છે
કાંટા મળે ભલે રે જીવનમાં, બચાવે એમાંથી તો, તોય ઘણું છે
આઘાત આવે ભલે રે જીવનમાં, જીરવાય એ તો, તોય ઘણું છે
જ્ઞાન સાચું મળે ના મળે જીવનમાં, સમજાય એ તો, તોય ઘણું છે
દોડધામ આવે ભલે જીવનમાં, પહોંચાય એમાં તો, તોય ઘણું છે
સમાય ના સમાય નજરમાં બધું, સમાય તું તો પ્રભુ, તોય ઘણું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)