છું, હું તો છું, જેવો છું એવો છું રે માડી, પણ હું તો તારો ને તારો જ છું
કારણનું કારણ છે જ્યાં તું તો માડી, ભમી માયામાં કારણ ઊભું કરું છું
છે શક્તિપુંજ ને શક્તિશાળી જ્યાં તું, તારી શક્તિનો તો હું પૂજક છું
આવે ના ધ્યાનમાં જ્યાં જલદી તો તું, સદા તારો હું તો ધ્યાની છું
છે અગમ્ય ને વ્યાપક જ્યાં તો તું, જગમાં તને શોધતો હું તો ફરું છું
છે હક્ક તો તારો જ્યાં મારા પર, પણ હક્ક-દાવો હું તો કરતો આવ્યો છું
નથી જ્ઞાન તો જ્યાં કોઈ મુજમાં, અજ્ઞાની અને અબુધ તો જ્યાં હું છું
ફરતો રહ્યો છું સદા હું તો જગમાં, ખુદને તો જ્ઞાનનો ભંડાર સમજું છું
અંત જોયા તો જ્યાં અન્યના, તોય ખુદને અનંત સમજતો રહ્યો છું
અનંત તો છે જ્યાં એક તો તું, સદા ભૂલતો તને તો આવ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)