કરી કોશિશો, પ્રભુ તમે તો ઘણી, સુધારવા અમને, અમે ના સુધર્યા, અમે ના સુધર્યા
ફરી-ફરી મોકલ્યા જગમાં તો અમને, ના અમે તો થાક્યા, ના તમે તો થાક્યા
ફરી-ફરી રહી છે થાતી તો શરૂઆત, ના અંત એના તો આવ્યા
લાગ્યું જ્યાં અમે તો સુધર્યા, પાછા એવા ને એવા થાતા ગયા
દીધી ભુલાવી પૂર્વજન્મની યાદો, ભૂલ્યા ઓળખાણ તો તારી
ભૂંસી દીધી છે પૂર્વજન્મની યાદો, ભૂંસાવતી ના તમારી તો યાદો
કરુણામય દેજે કરુણા તો તારી, દેજે ના યાદો તારી તો ભુલાવી
જ્ઞાનની ખાણ તો ખોદતા ગયા, અજ્ઞાનની સીમા તો સમજતા થયા
પહોંચતાં પહોંચતાં પહોચ્યા એની પાસે, દર્શન ત્યાં એના તો થયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)