Hymn No. 3044 | Date: 12-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-12
1991-02-12
1991-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14033
છે જનમ તો શરીરનો, આત્મા આવી એમાં તો વસે છે
છે જનમ તો શરીરનો, આત્મા આવી એમાં તો વસે છે મરણ તો છે શરીરનું, વિદાય આત્મા એમાંથી તો લે છે બંધાઈ વાસનાઓથી આત્મા, ફરતો ને ફરતો તો રહે છે કરવા પૂરી તો વાસનાઓ, નિતનવા દેહોમાં ફરતો રહે છે તોડી ના શક્યો જ્યાં આ શૃંખલા, ફરી ફરી દેહ લેતો રહ્યો છે કરવા એક વાસના તો પૂરી, બીજી અનેક ઊભી કરતો રહ્યો છે કરવા વાસના પૂરી, કંઈક સાચું, ને કંઈક ખોટું કરતો રહ્યો છે ના અટકી, અટકાવી શક્યો, આ વિધિ કરતો ને કરતો રહ્યો છે જાગે ના પ્રભુમિલનની વાસના હૈયે, વાસના બીજી તો ફેરવતી રહે છે એના દર્શન વિના, એના મરણ વિના, તો એ તો કદી શમે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che janam to sharirano, aatma aavi ema to vase che
marana to che shariranum, vidaya aatma ema thi to le che
bandhai vasanaothi atma, pharato ne pharato to rahe che
karva puri to vasanao, nitanava dehomam pharato rahe che
todi na shakyo, phari deh leto rahyo che
karva ek vasna to puri, biji anek ubhi karto rahyo che
karva vasna puri, kaik sachum, ne kaik khotum karto rahyo che
na ataki, atakavi shakyo, a vidhi karto ne karto rahyo che jaage
na prabhum biji to pheravati rahe che
ena darshan vina, ena marana vina, to e to kadi shame che
|