અલખના ગોખમાં તો, શોધવું છે રે મારે
કાં શોધવું રે મારે, કાં ખોવાઈ જવું છે એમાં તો મારે
આવ્યો હતો તો જ્યાં હું એમાંથી, શોધવો છે મને એમાં તો મારે
ના સંગાથ છે ત્યાં કોઈનો સાથે, શોધવું છે ત્યાં મારે ને મારે
હોય આવતી વચ્ચે, જો અસ્તિત્વની દીવાલ, તોડવી છે એને તો મારે
ના લાવ્યો તો કાંઈ સાથે, લઈ ના જઈ શકીશ સાથે, છોડવું છે બધું તો મારે
હતો ના પ્રભુ વિના ગોખ તો ખાલી, અનુભવવો છે એને તો મારે
આવ્યો હું શા કાજે, જવાનું છે ક્યાં, શોધવું છે એમાં એ તો મારે
શું મારા જેવા છે બીજા, છે એક એ તો બધા, જાણવું છે એ તો મારે
છે શું તો જ્યાં, નથી શું તો ત્યાં, જાણવું છે એ બધું તો મારે
ખોવાઈ જવું પડે ભલે રે એમાં, ખોવાવું છે એમાં તો મારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)