ખૂટે ના રે જીવનમાં રે તારા, જોજે તારા ભાવોના રે ભંડાર
રાખજે તું સાચવીને, રાખજે તું કાબૂમાં એને, જીવનમાં ભાવોના રે ભંડાર
પોસાશે ના જો એ ખૂટશે રે જીવનમાં, રહેતો ના એમાં રે તું જીવનમાં બેદરકાર
છે એ ઓળખ, ને છે મૂડી જીવનમાં રે તારી, જીવનમાં તારા ભાવોના ભંડાર
જોજે બને ના એ દૂષિત જીવનમાં રે એ, છે અનોખા એ તો ભાવોના ભંડાર
તાર્યા ને તારશે રે એ તો જગમાં, વહેશે પ્રભુના ચરણમાં જ્યાં ભાવોના ભંડાર
વહેવા ના દેજે રે એને રે તું ખોટી દિશામાં, જોજે બની ના જાય એ ઉપાધિના ભંડાર
જોજે ઘટે ના એ, જોજે વધતાને વધતા, રાખજે પવિત્ર તારા એ ભાવોના ભંડાર
કદી રહ્યો એમાં તું તૂટતો, કદી સાથ મેળવતો, છે એ તો તારાને તારા ભાવોના ભંડાર
રાખજે સદા એને વહેતાને વહેતા, પહોંચાડો પ્રભુના ચરણમાં, તારા ભાવોના ભંડાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)