કદી તને તારા શબ્દો તો નડ્યા, કદી તને આચરણો તારાં તો નડ્યાં
તારા ને તારા અહં તો, તને સદા તો નડતા રહ્યા
વાતે-વાતે તારા `હું' ને તું વચ્ચે લાવ્યો, ના એ તું કાઢી શક્યો - તારા...
જોડી ઇચ્છાઓમાં અહંને તારા, ભમતો ને ભમતો એમાં તો રહ્યો - તારા...
શાંતિની સાધનામાં ભી, તારા અહંને તો સદા તું જોડતો રહ્યો - તારા...
ડૂબી અહંમાં એટલો, કરતા અપમાન અન્યનું, ના તું અચકાયો - તારા...
સજી સુંદર સાજ તો વૃત્તિનો, લોભને સદા તો તું પોષતો રહ્યો - તારા...
બતાવી ભૂલો તો તારી જ્યાં અન્યએ, ઊછળી અહંમાં તું વર્તી રહ્યો - તારા...
કદી પોષવા અહંને તારા, સજવા ભક્તિના સ્વાંગ, તું ના ચૂક્યો - તારા...
ડૂબ્યો અહંમાં તો એટલો, ગુનેગાર પ્રભુને તો તું સમજતો રહ્યો - તારા...
અહંમાં ને અહંમાં તો રાચી, સમજણ સાચી જીવનમાં ખોતો રહ્યો - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)