નથી કાંઈ તારું, નથી તો કોઈનું, છે જગમાં તો જે, છે બધું એ તો પ્રભુનું
ફરીને તો જગમાં, કરીને તો મારું-મારું, મનને શાને એમાં તો તેં બાંધ્યું
આવ્યો બનીને પ્રતિનિધિ તો પ્રભુનો, શાને માલિકપણું તને તો લાગ્યું
હિસાબ એનો, પડશે તારે તો દેવો, મનમાં શાને તેં ના એ રાખ્યું
કરીને તો મારું-મારું, વળ્યું ના જગમાં તો કોઈનું, શું વળશે એમાં તો તારું
હતો મુક્ત તું તો, બાંધી બંધન તો જાતે, મનને તેં ને તેં તો બાંધ્યું
ખુદે તો જ્યાં બાંધ્યું, રહ્યો છે શાને સમજી, બંધને તને તો બાંધ્યું
બંધાયો તું તો જગમાં, જેનાથી ને જેનાથી, પડશે તારે ને તારે તો તોડવું
આવ્યો તો જગમાં, તું કેટલી વાર, બન્યો ના માલિક, આ તો વીસરાયું
બન હવે સાચો માલિક કે સાચો સેવક, અધવચ્ચે નથી તો કાંઈ સારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)