ચોખ્ખો તો કરવા દે રે માડી, ચોખ્ખો કરવા દે
ચોપડો જીવનનો તો મારો રે માડી, ચોખ્ખો કરવા દે
બતાવે છે ઉધાર તો પાપનું ખાતું મારું રે
પુણ્યથી તો જીવનમાં, સરભર એને તો કરવા દે
મારું-મારું તો કરી કર્યું ભેગું, હવે બધું તને એ તો સોંપવા દે
લખું ભલે ગમે તે શાહીથી, લખાણને હવે તો લખવા દે
વિકારોનાં લખ્યાં ખૂબ લખાણ, સંયમથી હવે એને ભૂંસવા દે
સદ્દવિચારોની કોતરણીથી, હવે એને શણગારવા દે
છે કર્મના અક્ષરો ગૂંચવણભર્યા, કર્મથી ઉકેલી સરળ કરવા દે
અન્ય કાજે અભાવના ખાતાને, ભાવથી ભરપૂર કરવા દે
લેણદેણ જગની તો જગમાં જ સરભર કરવા દે
કરી ચોખ્ખો આવવું છે પાસે, તારાં ચરણમાં એને ધરવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)