અરણ્યો ને અરણ્યો તો જીવનમાં, મળતાં ને મળતાં જ રહેશે
નિરાશ થયે તો જીવનમાં, ના કાંઈ તારું એમાં તો વળશે
હશે ધરતી પરનું અરણ્ય ભલે તો ગાઢું, તોય બહાર જલદી નીકળાશે
છે માયાનું અરણ્ય તો એવું, ના એમાંથી તો જલદી છુટાશે
શબ્દનું અરણ્ય તો છે એવું, ક્યાં, કેમ ને ક્યારે બાંધશે, ના કહેવાશે
વિચારના અરણ્યમાં જ્યાં અટવાયા, જલદી મુક્ત ના એમાંથી થવાશે
જ્ઞાનનું અરણ્ય તો છે એવું તેજભર્યું, એના તેજે તો અંજાઈ જવાશે
છે કર્મનું અરણ્ય તો ગૂંચવાડાભર્યું, શું થાશે, શું ના થાશે, ના સમજાશે
છે શંકાનું અરણ્ય એવું તો મોટું, પ્રગતિ એ તો રૂંધી નાખશે
છે ઇચ્છાઓનું અરણ્ય તો એવું, જલદી મુક્ત એમાંથી ના થવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)