શબ્દથી જ જગમાં, બધું જો મળી રહે, જરૂર અન્યની તો ના રહે
સૂર્યકિરણથી જો બધું મળી રહે, જરૂર અન્યની તો જગમાં ના રહે
જળ જો બધું જ દઈ દે, જરૂર જગમાં બીજાની તો શાની પડે
અગ્નિથી જ જો બધું મળી રહે, અગ્નિ વિના જરૂર બીજાની ના રહે
આકાશ જો બધું દઈ દેશે, આકાશ વિના જરૂર બીજાની ના રહે
અન્ન જો બધું દઈ દેશે, અન્ન વિના જરૂર બીજાની તો ના પડે
દૃષ્ટિથી જ જો બધું મળી રહેશે, જરૂર બીજાની તો ના પડે
દિવસથી જ જો બધું મળી રહેશે, રાત્રીની જરૂર તો ના રહે
વિચારથી જ જો બધું મળી રહે, યત્નોની જીવનમાં જરૂર ના રહે
પ્રાણની તો છે જરૂર બધાને, જીવન એના વિના તો ના રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)