તેજ-તેજમાં ભી તો, જગમાં ફેર છે, રે ફેર છે
આગિયાનો પ્રકાશ, ખાલી હસ્તી એની જાહેર તો કરે છે
પ્રકાશ દીપકનો તો, આસપાસ એની, પડતો તો રહે છે
અગ્નિનો પ્રકાશ તો થોડે વધુ દૂર સુધી જઈ શકે છે
તારલિયા ને તારલિયાના પ્રકાશમાં પણ તો ફેર છે
ચંદ્રપ્રકાશ એની વિશિષ્ટતાથી તો જાહેર છે
સૂર્યના તેજથી તો પૃથ્વી સદા પ્રકાશિત રહે છે
વીજળીના ચમકારાનાં તેજ તો કાંઈ ઓર છે
જ્ઞાનપ્રકાશ તો જગમાં જગજાહેર છે
સત્યનાં તેજ તો જીવનમાં કંઈક ઓર છે
તપસ્વીઓનાં તેજ તો જગમાં વિખ્યાત છે
આત્માના તેજ વિના બીજાં તેજ ના દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)