છે અંધારું રે અંધારું, જીવનમાં એક વિનાનું તો અંધારું
હશે ને રહેશે પ્રકાશ જગમાં તો ઘણા, પણ એક વિનાનું તો અંધારું
છે જીવનનું નામ તો અજવાળું, છે એમાં તો અજ્ઞાનનું તો અંધારું
છે આત્માનો તો પ્રકાશ સદા, પણ ઢાંકે છે માયાનું તો અંધારું
છે જ્ઞાનનું તો સદા રે અજવાળું, પણ ઢાંકે છે અજ્ઞાનનું તો અંધારું
દેખાય ના સાચું કે ખોટું, પથરાય તો જ્યાં અજ્ઞાનનું અધારું
છે વ્યાપ્ત આત્મા તો એવો, એના વિના તો છે બધે અંધારું
છે આવરણ વિનાનું તો અજવાળું, છે આવરણનું સદા અંધારું
જડમાં વસી જો એ જડ બન્યું, છે ત્યાં તો જડતાનું તો અંધારું
પડશે જ્યાં આતમ પ્રકાશ તો હૈયે, રહેશે ના ત્યાં તો કોઈ અંધારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)