જગમાં બધું જાણવાના દાવા તો, કોઈના નથી રે ટકવાના
રે માડી, પણ, તારી વાત ભી તો તું જાણે, અમારી વાત ભી તો તું જાણે
જગમાં તો, સહુ-સહુનાં કર્મોથી છે અજાણ્યા, જગનાં કર્મોના ચોપડા છે તારી પાસે ઉઘાડા
મનના નચાવ્યા નાચ્યા સહુ જગમાં, સહુના નાચ નથી તો તુજથી અજાણ્યા
બુદ્ધિથી ભી સમજી જે ના શકવાના, એની બુદ્ધિ તારી નજર બહાર ના રહેવાની
અહંના ઉછાળા અમારા હૈયે તો આવવાના, તારા હૈયે તો નથી એ ઊછળવાના
સાચા-ખોટાના નિર્ણય ના અમે લઈ શકવાના, તને જરૂર નથી એની પડવાની
મોટા-નાનાના ભેદ જલદી ના હટવાના, જરૂર એની તને ના તો પડવાની
પ્રકાશ વિના અમે તો અટવાવાના, ના જરૂર એની તને તો પડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)