તું કહે ના કહે, તોય પ્રભુ તારી ચિંતા તો કરે
તું બોલે ના બોલે, તોય પ્રભુ તારા મૌનની ભાષા સમજે
તું ચાહે ના ચાહે, પ્રભુ તો જગમાં સહુને તો ચાહે
તું મળે કે ના મળે પ્રભુને, પ્રભુ નિરંતર તને તો મળે
તું કરે ના કરે, પ્રભુની નજરમાં બધું એ તો રહે
તું છુપાવે ના છુપાવે, પ્રભુથી છૂપું તો કાંઈ ના રહે
તું યત્નોથી તો થાકે ના થાકે, પ્રભુ તો કદી ના થાકે
તું માફ કરે કે ના કરે, પ્રભુ સહુને તો માફ કરે
તું અપમાન કરે કે ના કરે, પ્રભુ તો અપમાન ના કરે
તું રક્ષણ કરે કે ના કરે, પ્રભુ સહુનું રક્ષણ કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)