ગયું એ તો ગયું, કંઈક એ ભી તો કહેતું ગયું
છે હાથમાં તારા તો જે, કાલ હાથમાં નથી એ રહેવાનું
વધતા જાશો જ્યાં આગળ, પાછળ કંઈક તો રહી જવાનું
મરણનું આગમન જ્યાં થયું, જીવન હાથમાં ના રહેવાનું
જીવનમાં બનતા બનાવો, કંઈક સમજાવતું એ તો ગયું
વીતતી ગઈ પળો જીવનમાં, અનુભવ દેતું એ તો ગયું
આવતા ને જાતા રહ્યા જીવનમાં, ના સાથે ને સાથે રહ્યું
દેખાતું ગયું જે જીવનમાં, અંધારામાં સરકી એ તો ગયું
આવ્યું ના એ તો ઉપર, મનમાં ને હૈયામાં એ રહી ગયું
હતું જે બીજરૂપે બની વૃક્ષ, જીવનમાં એ પ્રગટી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)