મળ્યું છે, મળ્યું છે જીવનમાં તો, ધબકતું હૈયું તો મળ્યું છે
લાગણીઓના સમૂહથી તો સદા, ભર્યું ને ભર્યું એ તો રહ્યું છે
કદી-કદી જીવનમાં તો, ઠેસ ને ઠેસ, ખમતું એ તો રહ્યું છે
અનુભવો પ્રેમના, વેરના, જીવનમાં આપતું એ તો રહ્યું છે
ધબકતું હતું જ્યાં સુધી જીવનમાં, જીવન એને તો ગણ્યું છે
લાગણીઓના પૂરને તો સદા, ઝીલતું એ તો રહ્યું છે
મારા-તારાની ગૂંચવણીમાં, સદાય ગૂંચવાતું તો રહ્યું છે
સતત ધડકન ને ધડકનમાં, એક દિવસ એ થાકવાનું છે
ઝીલશે જ્યાં એ પ્રભુની ધડકન, પ્રભુમય બનાવવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)