Hymn No. 3093 | Date: 15-Mar-1991
|
|
Text Size |
 |
 |
આકાશના તારા જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય સમુદ્રનાં ટીપાં જો ગણી શકાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય રેતીના કણેકણ જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય જગતના જીવોની સંખ્યા જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય આંચળમાંથી નીકળેલ દૂધ જો પાછું જાય, તો કરેલાં કર્મો પાછાં વાળી શકાય જો સસલાના શીંગે હાથી મરાય, તો માયાથી પ્રભુને પામી શકાય જગમાંનાં વૃક્ષોનાં પાંદડાં જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય જગના માનવીઓના વાળ જો ગણાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય જગના માનવોના વિચાર જો ગણી શકાય, રે પ્રભુ, તારા ઉપકાર તો ગણી શકાય ગણતાં ગણતાં જ્યાં થાકી જવાય, ઉપકાર તારા દર્શનનો ત્યારે તો થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|