સમજવો છે જ્યાં તારે તો કર્તાને, ખુદને તો ત્યાં તું સમજી લે
કરીશ કોશિશ સમજવા અન્યને, સમજી ના શકીશ ત્યાં તું તને
બાંધ્યું છે જગને તો જ્યાં હૈયે, સમજી શકીશ ક્યાંથી તું તો તને
નિયમોથી કરે છે જ્યાં નિયમન જગનું, બાંધ્યું એનાથી તારા મનને
છે સંબંધ એ તો એવા, ના વીસરતે તું આ સંબંધને
સમજી જાશે જ્યાં તું ખુદને, સમજી શકીશ ત્યાં તું જગને
નામ-નામીના ભેદ હટશે જ્યાં હૈયે, સમજીશ ત્યાં તું અનામીને
રહીને તુજમાં કર્યું નામ ધારણ તારું, લેજે સમજી આ વાતને
નથી જાવું કે ફરવું ક્યાંય બીજે, સમજી લઈશ જ્યાં તું ખુદને
સમજીશ જ્યાં તું ખુદને, લાગશે ત્યાં જગ પ્રેમભર્યો, આનંદભર્યો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)