નિરાશાના દેવનું, જાણ્યે-અજાણ્યે, પૂજન જ્યાં થઈ ગયું
આશાના સંચાર ત્યાં તો અટકી ગયા (2)
ભાવ ને ભાવનાઓમાં વિક્ષેપ ઊભો એ તો કરતું ગયું - નિરાશાના...
મનની શક્તિ પર ત્યાં તો ઘા, ત્યાં ને ત્યાં કરતું ગયું - નિરાશાના...
ના ધ્યાનમાં ધ્યાન, ત્યાં તો ટકી શક્યું - નિરાશાના...
દિશાઓ બની ત્યાં તો ધૂંધળી, ના માર્ગ કાઢી શક્યું - નિરાશાના...
મનની વિચલિતતામાં, ઉમેરો એ તો કરતું ગયું - નિરાશાના...
ધ્યેયને દૂર ને દૂર, હડસેલતું એ તો ગયું - નિરાશાના...
શ્રદ્ધાના દેવનું જીવનમાં સ્થાપન તો જ્યાં થઈ ગયું
નિરાશાના દેવનું પૂજન, ત્યાં ને ત્યાં તો અટકી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)