લાગ્યા કેમ પ્યારા રે તમને, જીવનમાં રે માયાના સથવારા
રહ્યાં સદા ડંખ મારતા જીવનમાં રે એ તો, તોયે ના એને છોડયા
રૂપ દીધા એણે, ગર્ભવાસના કારાવાસના, રહ્યો ઇચ્છતો એને દૂર કરવા
રાખ્યા એમાં રે તેં તો દૂરને દૂર જીવનમાં રે, પ્રભુ મિલનના કિનારા
અનુભવે, અનુભવે ઘડાયા ભલે રે જીવનમાં, છોડયા ના તોયે એના, સથવારા
ગઈ બાંધતીને બાંધતી બંધનોથી જીવનમાં, ના એને છોડી કે તોડી શક્યા
કર્યા ત્રાસો સહન જીવનમાં અમે, કર્યા ઊભા તોફાનો એણે તો જીવનમાં
પ્યારું નામ પ્રભુનું રે જીવનમાં, ના એમાં તો લીધું કે ના એ લઈ શક્યા
દુઃખીને દુઃખી ભલે રે થયા રે એમાં, તોયે જીવનમાં એ દુઃખને રહ્યાં ચાટતાં
મોહના પડળ એના રે જીવનમાં તો ના હટયા,વળગીને જીવનમાં એને રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)