કર્યાં પાંચ દ્વારો બંધ, ના મારા વિના ત્યાં જઈ શકે
મળવું હતું મારે મને, પડ્યો અચરજમાં, અન્યની હાજરી જોઈને
શું હું હતો કે એ મારો ભ્રમ હતો, ના સમજાયું એ તો મને
શું હતો હું, એનો રે કર્તા, કર્યા હતા જ્યાં બંધ આવતા અન્યને
મૂંઝાઈ ગયો, અટવાઈ ગયો, જોઈ ત્યાં એવાં તો કંઈક દૃશ્યોને
શું રમત હતી આ તો કર્તાની, પણ હતો ના પ્રવેશ જ્યાં અન્યને
ના સમજાયું, કર્તાએ બનાવી કર્તા મને, મૂંઝવ્યો શાને તો મને
રમત આ રમાતી રહી, મૂંઝાતો રહ્યો, તાણતી રહી એ તો મને
ચાલુ ને ચાલુ આ તો રહ્યું, અટકાવી ના શક્યો હું તો એને
દૃશ્ય ને દ્રષ્ટાનો ભેદ જ્યાં સમજ્યો, અટકાવી શક્યો ત્યાં એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)