કોઈ ઘરમાં તો ધન નથી, કોઈ ઘરમાં તો ધાન નથી
પણ જગમાં તો, સહુના હૈયામાં તો શાંતિ નથી (2)
ક્યાંક એક કમાય, અનેક ખાય, ક્યાંક તો કોળિયાનો ખાનાર નથી
ક્યાંક વસ્ત્ર-ઉપવસ્ત્રની કમી નથી, ક્યાંક તન ઢાંકવા વસ્ત્ર નથી
ક્યાંક તો જગ્યાની કમી નથી, ક્યાંક શિર છુપાવવા જગ્યા નથી
ક્યાંક તો ધન ખૂટ્યું ખૂટતું નથી, ક્યાંક તો ધનનો મેળ ખાતો નથી
ક્યાંક કોઈનો પક્ષ લેવા હજારો દોડે, ક્યાંક તો કોઈનો પક્ષ કોઈ લેતું નથી
ક્યાંક કોઈની સેવા કરવા સહુ દોડે, ક્યાંક તો કોઈ, કોઈની સેવા પામતું નથી
ક્યાંક કોઈને સાંભળવા હજારો દોડે, ક્યાંક તો કોઈ, કોઈને સાંભળવા તૈયાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)