છો, પ્રભુ તમે તો છો, જેવા છો, જ્યાં ભી છો, તમે તો મારા ને મારા છો
ના તમે દેખાવ છો, ના આવો કે તમે જાઓ છો, તોય બધું તમે તો જાણો છો
પોકારીએ ગમે તે નામે, ના તમને એનો વાંધો છે, તોય ભાવ અમારા, તમે માગો છો
ના તનડું છે, ના તમને મનડું છે, પ્રભુ, તોય તમે તો શક્તિશાળી છો
તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, લેતા કસોટી અમારી ના તમે થાકો છો
તમે નિત્ય છો, નિરાકાર છો, આકાર તોય તમે લેતા આવો છો
ના થાય ધાર્યું અમારું, થાયે ધાર્યું તમારું, વહાલા તોય અમને લાગો છો
ચરણ નથી તમને, છે ચરણ તોય તમને, બધે તમે તો પહોંચી જાઓ છો
દેખાય ના હાથ તો તમારા, તોય લેતા ને દેતા તમે તો જાઓ છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)