પુણ્ય જીવનમાં કરનારા, કંઈક તો કરતા ગયા
પુણ્ય સંચય પોતાના કાજે તો કરતા રહ્યા
છે આ અનોખું પુણ્ય, અનોખી રીતે કરતા રહ્યા
ખુદને મળે, અન્ય ભી પામે, એવી રીતે કરતા રહ્યા
ના અભિમાનમાં તો રહ્યા, પ્રભુભાનમાં સજાગ રહ્યા
પુણ્યે સૂતેલાને, પુણ્યમાં તો જાગૃત કરતા રહ્યા
અનોખી રીત આ તો જગને દેખાડતા રહ્યા
ચડ્યા ના ભાર તો એનાં નયનો ઉપર
નમ્રતામાં નયનો એમનાં તો નમતાં રહ્યાં
સુવિદિત છે મહિમા તો, ગિરિવર જાત્રા તણો
અનેક કાજે, સુલભ એ તો બનાવતા રહ્યા
નવ્વાણું વખત નામ પ્રભુનું લેતાં યાત્રાને
પ્રગટી અનુકંપા દેવોને, આશિષ એ વરસાવી રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)