Hymn No. 3126 | Date: 03-Apr-1991
|
|
Text Size |
 |
 |
આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે
Aave Nadatar To Je, Paamava Prabhu,Taare Ne Tare, Dur Karvanu Che
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે મળવું છે જ્યાં તારે તો પ્રભુને, તારે ને તારે કોશિશ તો કરવાની છે ફરતા રહેતા તારા ને તારા મનને તારે ને તારે તો સ્થિર કરવાનું છે ઊઠતાં વચ્ચે તોફાનોનો તો, તારે ને તારે, સામનો તો કરવાનો છે રહે તારી સાથે કે ના સાથે કોઈ, વિશ્વાસ સાથે તો રાખવાનો છે ધરશે રૂપ પ્રભુ તો જુદાં જુદાં, ઓળખવામાં ભૂલ ના કરવાની છે ગણો પરીક્ષા કે કસોટી એને, પાર તારે ને તારે તો ઊતરવાનું છે ચૂકીશ ના ક્ષણ પ્રભુ જે આપે તને, વારંવાર ના એ તો મળવાની છે દુનિયાની રીતથી છે રીત એની જુદી, ના એમાં તો ભૂલ કરવાની છે કરી હોય તૈયારી જે તેં તો, ના ખામી એમાં તો રાખવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|