Hymn No. 3164 | Date: 22-Apr-1991
|
|
Text Size |
 |
 |
જીવનનું આ તો કડવું સત્ય જ છે, કહેવું સહેલું છે, કરવું તો અઘરું છે સત્ય જીવનમાં તો સહુને વ્હાલું છે, જીવનમાં આચરણ એનું તો અઘરું છે ફરતા મનની સાથે ફરવું સહેલું છે, કરવું સ્થિર એને તો અઘરું છે અહંનું જાગવું જીવનમાં તો સહેલું છે, છૂટવું અહંનું જીવનમાં તો અઘરું છે શ્રદ્ધા જીવનમાં તો જાગવી સહેલી છે, ટકાવવી એને જીવનમાં તો અઘરી છે કરવાં કર્મો જીવનમાં તો સહેલું છે, રહેવું અલિપ્ત એનાથી એ તો અઘરું છે વેર જાગવું જીવનમાં એ તો સહેલું છે, ભૂલવું જીવનમાં તો વેરને, એ તો અઘરું છે મળવા સાથીદારો જીવનમાં એ તો સહેલું છે, ટકવા સાથીદારો જીવનમાં, એ તો અઘરું છે પ્રેમ કરવો જીવનમાં એ તો સહેલું છે, ટકવો પ્રેમ તો જીવનમાં એ તો અઘરું છે કરવી ભક્તિ જીવનમાં એ તો સહેલું છે, કરવું સહન ભક્તિ કાજે એ તો અઘરું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|