રહો ચાલતા ને ચાલતા જે રાહે, એ તો રસ્તા ને રસ્તા છે
કોઈ તો લાંબા, કોઈ તો ટૂંકા, પણ એ તો રસ્તા ને રસ્તા છે
કોઈ તો સીધા, તો કોઈ વાંકાચૂકા, પણ એ તો રસ્તા ને રસ્તા છે
ચાલે પાપની રાહે તો પાપીઓ, પણ એ તો પાપના, રસ્તા ને રસ્તા છે
લોભ-લાલચની રાહ, લાગે સોહામણી, પણ એ તો ખોટા રસ્તા ને રસ્તા છે
પહોંચાડે ના પહોંચાડે ભલે મંઝિલે, પણ એ તો રસ્તા ને રસ્તા છે
હોય ભલે વિકટ, પણ પહોંચાડે મંઝિલે, એ તો સાચા રસ્તા ને રસ્તા છે
ભલે મળે વચ્ચે વિસામા કે ના વિસામા, એ તો રસ્તા ને રસ્તા છે
મળે ભલે સાથીદારો કે પડે ચાલવું એકલા રે, એ તો રસ્તા ને રસ્તા છે
હોય ભલે મંઝિલ દૂર કે નજદીક રે, પણ એ તો રસ્તા ને રસ્તા છે
થાકો કે ના થાકો, પડશે તો ચાલવું રે, એ તો રસ્તા ને રસ્તા છે
હર રસ્તાની છે મંઝિલ, પડશે જોવું છે એ તારે રે, એ તો રસ્તા ને રસ્તા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)