પ્રભુ, હું તો એક તારું રે, બોલતું ને ચાલતું પૂતળું છું
તારા નચાવ્યા નાચમાં રે, હું તો નાચતું ને નાચતું આવ્યું છું - રે
તારા દીધેલા શ્વાસો રે પ્રભુ, જગમાં હું તો લેતો આવ્યો છું - રે
મૂકી છે ચાવી તેં તો મુજમાં, અજાણ એનાથી હું તો રહેતો આવ્યો છું - રે
નાચ નાચી, શ્વાસો કરીને પૂરા, હું તો ખતમ થઈ જવાનો છું - રે
મળી ના ચાવી, કર્તા મુજને સમજી, નાચતો હું તો રહ્યો છું - રે
જાઉં જ્યાં થાકી, યાદ આવે તારી, માયામાં એ તો ભૂલતો રહ્યો છું - રે
અનુભવ ભી કરું, તોય બહેકી ઊઠું, સમજની તો સમજવિહોણું છું - રે
સમજું ના લાભ સાચો, ધંધો ખોટનો, હું તો કરતો ને કરતો રહ્યો છું - રે
તારી ઇચ્છા વિના કાંઈ ના બને, તોય ઇચ્છા હું તો કરતો રહ્યો છું - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)