Hymn No. 3173 | Date: 27-Apr-1991
|
|
Text Size |
 |
 |
કહેવા ચાહ્યું તને તો ઘણું, ના કાંઈ તો કહેવાય છે રહેવું હતું ચૂપ તો મારે, ત્યાં તો બધું કહેવાઈ જાય છે સમજાતું નથી રે જીવનમાં, આવું તો કેમ થઈ જાય છે જોવા હતા તો જેને રે જીવનમાં, ના એ તો દેખાય છે નથી જોવી તો જેને, એ તો જીવનમાં સામે આવી જાય છે લઈ લેખિની લખવા બેસું, ના ત્યારે તો કાંઈ લખાય છે કરું જ્યાં બંધ લેખિની, ત્યાં લખવાનું શરૂ થઈ જાય છે ભુલવું હતું તો ભાન મારે, ના ભાન મારું તો ભુલાય છે બેઠો સામે તારી પાસે રે પ્રભુ, ભાન મારું ત્યાં ખોવાઈ જાય છે છોડી વિચારો જગના, બેસું કરવા વિચારો તારા, ના એ તો થાય છે વિચારો તો માયાના, ત્યારે તો, ધસમસતા ધસી આવી જાય છે ધરવા બેસું ધ્યાન જ્યાં પ્રભુનું, ના ધ્યાન એનું તો થાય છે ધરું ના ધ્યાન માયાનું, તો પણ મન માયામાં પરોવાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|