છું હું તો સદા ને સદા તારો, આભારી ને આભારી રે
મીઠી નજર તારી રે, ભૂલું કેમ, એને હું તો માડી રે
લાગે ને છે એક તું તો જગમાં, મારી ને મારી રે
કરતો રહ્યો છું ભૂલો, રહ્યો છું માગવી માફી, એની તો તારી રે
સંબંધો તારા તો યુગોના, ના દેજે મુજને એ તો વિસરાવી રે
રહું હું ગુણચાહક, ને દેજે મને તો ગુણગ્રાહી બનાવી રે
શ્વાસે-શ્વાસે મળે તારી ઉષ્મા, હે જગવ્યાપીની રે
દઈ માનવજન્મ, અપાવી યાદ તારી, હે પરમ ઉપકારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)