ઉપાધિ ને ઉપાધિમાં રહ્યા છે, જગમાં તો સહુ માનવી
કદી સર્જી, કદી જાગી, ના મળે, ઉપાધિ વિનાનો કોઈ માનવી
કદી તો એક છૂટી, કદી નવી જાગી, એ તો ના કદી અટકી
મળે મારગ કદી તો એનો, કદી જાયે ઊંડે-ઊંડે એ તો ઘસડી
ના નીકળ્યા બહાર એમાંથી સહુ, રહી છે સહુને પોતપોતાની વળગી
કદી લાગી મોટી, કદી નજીવી, રહી એ તો ઉપાધિ ને ઉપાધિ
કદી મૂંઝવે, ના કાંઈ તો સૂઝે, છે એ તો ઉપાધિ ને ઉપાધિ
મળે કદી સફળતા, કદી દે એ તો ઊંડી નિરાશામાં ડુબાડી
ઉપાધિ જગમાં તો છે, સહુને મોટી ને મૂંઝવતી એ તો માયાની
રૂપો તો છે એનાં એવાં જુદાં ને જુદાં, છે એ સદા ઠગનારી
રાખે ને કરે જે તને મુજથી દૂર રે પ્રભુ, છે બધી એ તો ઉપાધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)